ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાસ્યવિશ્રાંતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હાસ્યવિશ્રાંતિ(Comic Relief)'''</span> : ગંભીર પ્રકૃતિની...") |
(No difference)
|
Revision as of 08:38, 26 November 2021
હાસ્યવિશ્રાંતિ(Comic Relief) : ગંભીર પ્રકૃતિની સાહિત્યિક કૃતિ (વિશેષત : નાટક)માં ભાવકને મુખ્ય વસ્તુથી પરાવૃત્ત કરતું હાસ્યરસનું તત્ત્વ; જે કોઈ પ્રસંગ કે સંવાદ સ્વરૂપે રજૂ કરવામાં આવે. આ પ્રવિધિ બે વિરોધી અસરો એકીસાથે ઉપજાવે છે : એકબાજુ કૃતિના મૂળ ગંભીર, કરુણરસને લીધે જાગેલો પ્રક્ષોભ(tension) સમાવે છે, તો બીજીબાજુ ગંભીર-કરુણરસને વધુ સઘન બનાવે છે. સંસ્કૃત નાટકોમાં વિદૂષકના પાત્ર દ્વારા આ કામ લેવામાં આવતું જોઈ શકાય છે. પ.ના.