ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જિગરખોરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જિગરખોરી (Vampirism)'''</span> : યુરોપમાં જિગરખોર અંગે એક એવી મ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = જાહેરખબર
|next = જિહાફ
}}

Latest revision as of 09:30, 26 November 2021


જિગરખોરી (Vampirism) : યુરોપમાં જિગરખોર અંગે એક એવી માન્યતા હતી કે અદમ્ય વાસનાયુક્ત મનુષ્ય જો મૃત્યુ પામે તો એનો પ્રેતાત્મા કોઈપણ નિદ્રાધીનનું લોહી ચૂસી પોતાના દટાયેલા સ્થૂલ શરીરને નષ્ટ થતું અટકાવી શકે : અને પ્રેતાત્માને આમ કરતો અટકાવવા એની કબર તોડી પડાતી તેમજ મડદાનું માથું કાપી નખાતું અથવા તો એનું હૃદય ભાલાથી વીંધી નખાતું. સો-સવાસો વર્ષ પહેલાં આવું ઘણું સાહિત્ય યુરોપમાં પ્રગટ થયેલું. ફ્રેન્ચ નવલકથાકાર થિયોફાઈલ ગોશિયાંએ આ માન્યતાનો ઉપયોગ કરી ‘ધ બ્યૂટીફૂલ વેમ્પાયર’ નવલકથા લખી છે ગુજરાતીમાં રમણલાલ સોનીએ એનો ‘મીનાક્ષી’ નામે અનુવાદ કર્યો છે. ચં.ટો.