ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમષ્ટિવ્યાપન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમષ્ટિવ્યાપન'''</span> : આનંદશંકર ધ્રુવે ભવભૂતિની પંક...")
(No difference)

Revision as of 11:58, 26 November 2021


સમષ્ટિવ્યાપન : આનંદશંકર ધ્રુવે ભવભૂતિની પંક્તિ ¹¨¸›™½Ÿ¸ ™½¨¸C¸¿ ¨¸¸¸Ÿ¸¡¸Ÿ¸¼C¸•Ÿ¸›¸ : ˆÅ¥¸¸Ÿ¸Ã –ને અનુસરી કવિતા અમૃત સ્વરૂપ છે, કવિતા આત્માની કલા છે અને કવિતા વાગ્દેવીરૂપ છે એવું એમના ‘કાવ્યતત્ત્વવિચાર’ ગ્રન્થમાં પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરિદૃશ્યમાન મર્ત્ય જગતનાં પ્રતિબિંબોની સામે બિંબોનું અમર્ત્ય જગત, અમૃત જગત રચનાર કવિતા માટે આત્માના ખાસ ધર્મો જેવાં કે ચૈતન્ય, વ્યાપન અને અનેકતામાં એકતાને તેઓ આવશ્યક ગણે છે. ચૈતન્યને બુદ્ધિ હૃદય, કૃતિ (Action) અને અપ્રગટ ધાર્મિકતા કે પરમતત્ત્વાનુસંધાન સાથે સાંકળી વ્યક્તિગત વ્યાપન સૂચવે છે, પરંતુ એમને વ્યાપનનો બીજો પ્રકાર પણ અભિપ્રેત છે, તે છે સમષ્ટિવ્યાપનનો. એને તેઓ ત્રણ પ્રકારમાં વિભક્ત કરે છે. અમુક સંસ્કારવાળાને જ અસર કરનાર મંડળવ્યાપન; અમુક પ્રજાને અસર કરનાર પ્રજા-વ્યાપન અને સર્વજગતના અંતરાત્માને હલાવી નાખનાર જગત-વ્યાપન. અંતે, ચૈતન્ય અને વ્યાપનની સાથે આનંદશંકર વૈચિત્ર્ય સાથેની અનેકતા અને રસપ્રવાહની જમાવટ માટેની એકતાને સાંકળે છે. આમ કરીને, આનંદશંકરને મતે, કાન્તદર્શી કવિ કવિતાનું વાગ્દેવીરૂપ – શબ્દબ્રહ્મરૂપ – પ્રત્યક્ષ કરે છે. ચં.ટો.