ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નર્મ/પરિહાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નર્મ/પરિહાસ(Wit)'''</span> : બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુ...") |
(No difference)
|
Revision as of 13:37, 26 November 2021
નર્મ/પરિહાસ(Wit) : બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કૉલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે.
સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી આધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought but ne’er so well expessed.”
અત્યારે આ ટૂંકી સંજ્ઞા લાઘવપૂર્ણ બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે. પ.ના.