ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નેશનલ સ્કૂલ ઑવ ડ્રામા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નેશનલ સ્કૂલ ઑવ ડ્રામા (એન.એસ.ડી.)'''</span> : સંગીત નાટક અક...")
(No difference)

Revision as of 03:17, 27 November 2021


નેશનલ સ્કૂલ ઑવ ડ્રામા (એન.એસ.ડી.) : સંગીત નાટક અકાદમી દ્વારા ૧૯૫૯માં આ રંગભૂમિ અંગેની સંસ્થાની સ્થાપના થઈ. ૧૯૭૫માં આ સંસ્થા સરકારના અનુદાન પર સંપૂર્ણપણે સ્વાયત્ત બની. નાટ્યવિદ્યાને અને દેશમાં રંગભૂમિને ઉત્તેજન આપવાનું ધ્યેય લઈને ચાલતી આ સંસ્થા ઉત્સાહી અને પ્રતિભાશાળી યુવાનોને શાસ્ત્રીય તાલીમ પૂરી પાડે છે. નાટકોની ગુણવત્તા અને રંગમંચનું ધોરણ સુધારવા એ રચનાત્મક કાર્ય કરે છે. રંગભૂમિ પરની કાર્યશિબિરો નિમિત્તે અને બાલરંગભૂમિની તાલીમના અભ્યાસક્રમ નિમિત્તે એ અનેક પ્રદેશોમાં જાય છે; અને ત્યાંના વિદ્યાર્થીઓને લોકનાટ્ય, પરંપરા નાટ્ય જેવાં પ્રાદેશિક નાટ્યરૂપોમાં રસ લેતા કરે છે. નટ, દિગ્દર્શક અને રંગભૂમિના રંગકર્મીઓને અભ્યાસક્રમ પૂરો પડવા ઉપરાંત આ સંસ્થા દિલ્હીમાં અને અન્ય પ્રદેશોમાં નાટ્યપ્રસ્તુતિઓ કરે છે. સાતમા દાયકા દરમ્યાન અબ્રાહમ અલ્કાજીના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. ચં.ટો.