ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદલોપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પદલોપ'''</span> (Ellipsis) : વાક્યની સંપૂર્ણ અર્થપ્રાપ્તિ માટ...") |
(No difference)
|
Revision as of 04:19, 27 November 2021
પદલોપ (Ellipsis) : વાક્યની સંપૂર્ણ અર્થપ્રાપ્તિ માટે જરૂરી એવો શબ્દ કે એવા શબ્દસમૂહનો લોપ. જેમકે, મેઘનાદ ભટ્ટના ‘અસહાય’ કાવ્યની પંક્તિઓ જુઓ : ‘મારી અસહાયતા એટલી તો અસીમ છે કે / માના ગર્ભમાં નવ નવ માસનો કારાવાસ વેઠી /સ્વતંત્રતાનો શ્વાસ લીધો ત્યારે મારી મેળે હું રડી પણ શક્યો નહિ. – એથી જ – કદાચ...’
ચં.ટો.