ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાતર્ક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરકોટિક્રમ (Gradatio)'''</span> : કાવ્યસર્જનની એક પ્રવિધિ, જે...")
(No difference)

Revision as of 04:53, 27 November 2021


પરકોટિક્રમ (Gradatio) : કાવ્યસર્જનની એક પ્રવિધિ, જે દ્વારા ભાવ-વિકાસની સમાંતરે લયનો વિકાસ સાધી ચમત્કૃતિ સાધવામાં આવે છે. કાવ્યના એક વાક્ય કે ઉપવાક્યનો અંતિમ ભાગ એ બીજા વાક્ય કે ઉપવાક્યનો પ્રથમ ભાગ બને છે અને એ રીતે ત્રણથી વધુ તબક્કાઓ સ્થાપીને આ અસર સાધવામાં આવે છે. જેમકે મનોજ ખંડેરિયાકૃત ‘શાહમૃગ’. ચં.ટો.