ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહસંયોજક પદ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સહસંયોજક પદ્ય(Correlative Verse)'''</span> : સંક્ષેપ ક્રિયા દ્વારા...") |
(No difference)
|
Revision as of 08:22, 27 November 2021
સહસંયોજક પદ્ય(Correlative Verse) : સંક્ષેપ ક્રિયા દ્વારા તૈયાર થયેલાં વાક્યોનો વિનિયોગ કરતું પદ્ય. આ સંક્ષેપ ક્રિયામાં કોઈએક ક્રિયાપદ એક કરતાં વધુ કર્તા સાથે કે કોઈ એક વિશેષણ એક કરતાં વધુ વિશેષ્ય સાથે એકસાથે સંયોજિત થાય છે. જેમકે કલાપીના ‘શિકારીને’ કાવ્યમાં આવતી પંક્તિ : ‘પંખીડાં ફૂલડાં રૂડાં લતા આ ઝરણાં તરુ’. અહીં ‘રૂડાં’ વિશેષણ ફૂલડાં, પંખીડાં અને લતા, ઝરણાં તરુ સર્વને લાગુ પડે છે.
ચં.ટો.