ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતીકરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંગીતીકરણ(Musicalisation)'''</span> : ફ્રેન્ચ પ્રતીકવાદી માલાર્...") |
(No difference)
|
Revision as of 09:18, 27 November 2021
સંગીતીકરણ(Musicalisation) : ફ્રેન્ચ પ્રતીકવાદી માલાર્મે અને વાલેરી જેવા કવિઓના મનમાં સંગીતકાર વાગ્નેરના પ્રભાવ હેઠળ સંગીતનો આદર્શ કવિતાના આદર્શ તરીકે સ્થિર થયો છે. તેઓ દૃઢપણે માને છે કે સંગીત અને કવિતા એક જ ધ્યેય સિદ્ધ કરવા માગે છે. આથી તેઓ સંગીતના માધ્યમની શુદ્ધિ અને ભાષાની અશુદ્ધિઓનો વારંવાર વિચાર કરી સંગીતના સ્વરોની પરસ્પરસંવાદિતા અને સંગતિની જેમ શબ્દોનું સંગીતીકરણ ઇચ્છે છે.
ચં.ટો.