ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટનસંહિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંઘટનસંહિતા(Proairetic code)'''</span> : સંપૂર્ણ કે પૂરતી ન હોવા છ...")
(No difference)

Revision as of 09:20, 27 November 2021


સંઘટનસંહિતા(Proairetic code) : સંપૂર્ણ કે પૂરતી ન હોવા છતાં રોલાં બાર્થે કથાસાહિત્યના વિશ્લેષણ માટે પાંચ સંહિતાઓ નિર્દેશી છે. વાચક દ્વારા કરાતી વસ્તુસંકલનાને નિયંત્રિત કરતી સંઘટનસંહિતા. આ ઉપરાંત પ્રશ્ન અને ઉત્તર, સમસ્યા અને ઉકેલમાં સંલગ્ન રહેતી ચેતનાસંહિતા(Hermeneutic code); પાત્રોને વિકસિત કરવા જોઈતાં અર્થપરક લક્ષણોને સંગ્રહતી અર્થસંહિતા(Semic code); પ્રતીકાત્મક અને વિષયવસ્તુપરક વાચનાઓ પર લઈ જતી પ્રતીકાત્મક સંહિતા(symbolic code) અને કૃતિ દ્વારા નિર્દિષ્ટ સાંસ્કૃતિક પાર્શ્વભૂથી બંધાયેલી નિર્દેશપરકસંહિતા(Referential code). ચં.ટો.