ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘર્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંઘર્ષ(Conflict)'''</span> : કથાકાવ્ય, નાટક કે નવલકથામાં બે પા...")
(No difference)

Revision as of 09:23, 27 November 2021


સંઘર્ષ(Conflict) : કથાકાવ્ય, નાટક કે નવલકથામાં બે પાત્રો કે પરિબળો વચ્ચેનો વિરોધ. અહીં પરસ્પર સ્પર્ધાત્મક બે ભિન્ન બળો સંકળાયેલાં છે. નાટક કે વાર્તાની કાર્યગતિને નિર્ણિત કરનારું આ મૂળભૂત તત્ત્વ છે. સંઘર્ષની ઘટનાઓ કથાનકને રચે છે. અને એની નિર્ણયાત્મક ક્ષણ નાટકની કે વાર્તાની પરાકાષ્ઠા હોય છે. સંઘર્ષ ચાર પ્રકારના ગણાવાયા છે : ભૌતિકજગત અને મનુષ્ય વચ્ચેનો ભૌતિક સંઘર્ષ; વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો કે વ્યક્તિ અને સમાજ વચ્ચેનો સામાજિક સંઘર્ષ; વ્યક્તિની અંદર અન્ત :કરણની સંમુખ ભિન્ન વૃત્તિઓનો આંતરિક સંઘર્ષ અને દેવતા સાથે કે નિયતિ સાથેનો મનુષ્યનો દૈવસંઘર્ષ. ચં.ટો.