ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સં-ચિત્રણા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સં-ચિત્રણા(Montage)'''</span> : જુદે જુદે વખતે ઝડપાયેલા...")
(No difference)

Revision as of 09:25, 27 November 2021


સં-ચિત્રણા(Montage) : જુદે જુદે વખતે ઝડપાયેલાં દૃશ્યોને ક્રમિક એકત્વ આપતું કાર્ય, ચલચિત્રક્ષેત્રે પ્રચલિત છે. એક રીતે જોઈએ તો એ એકત્વની અસર ઊભી કરતું અનેક તત્ત્વોનું સંયોજન છે. સાહિત્યમાં સંસ્કારો અને નિરીક્ષણોની ત્વરિત રજૂઆતની શ્રેણી દ્વારા વાતાવરણને પ્રસ્થાપિત કરવાની પ્રવિધિ માટે આ સંજ્ઞા વપરાય છે. ચિત્તસંસ્કારવાદના લેખકોની કૃતિઓમાં, નવલકથા અને નાટકોની આંતરિક એકોક્તિઓમાં, ચલચિત્રમાં અને ટેલિવિઝન સર્જનોમાં સંચિત્રણાનો તરીકો ઉપયોગમાં લેવાય છે. પ.ના.