ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્ર-દર્શક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્ર-દર્શક(Index)'''</span> : સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞ...")
(No difference)

Revision as of 10:25, 27 November 2021


પ્ર-દર્શક(Index) : સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાન સંકેતોના ત્રણ પ્રકાર હોવાનું જણાવે છે. સંમૂર્તિ(lcon), પ્રદર્શક (Index) અને સંકેત(Sign). આ બધાંમાં સંકેત અને સંકેતિત વચ્ચેનો સંબંધ જુદા જુદા પ્રકારનો છે. પ્રદર્શકમાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ કાર્યકારણનો હોય છે. ધુમાડો એ અગ્નિ હોવાનો સંકેત છે. પ્રાણીનાં પગલાં એ પ્રાણી ત્યાંથી પસાર થયું હોવાનો સંકેત છે. ચં.ટો.