ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંભાવ્ય લેખક: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">સંભાવ્ય લેખક(Implied author) : વેન બૂથે(Wayne Booth) આ સંજ્ઞા આપી છે....") |
(No difference)
|
Revision as of 10:40, 27 November 2021
સંભાવ્ય લેખક(Implied author) : વેન બૂથે(Wayne Booth) આ સંજ્ઞા આપી છે. વાચકો સાહિત્યકૃતિ પરથી સાહિત્યકૃતિને તેને આકાર અને અર્થ આપનાર લેખકનું અનુમાન કરે છે અને સાહિત્યકૃતિ પાછળ રહેલા વ્યક્તિત્વની કલ્પના કરે છે. આ સંભાવ્ય લેખક વાસ્તવમાં જે લેખક છે એનાથી તદ્દન જુદો હોઈ શકે.
ચં.ટો.