ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રવર્ધન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રવર્ધન(Amplification)'''</span> : વિચાર, અભિવ્યક્તિ, ભાવ કે વિધ...") |
(No difference)
|
Revision as of 10:54, 27 November 2021
પ્રવર્ધન(Amplification) : વિચાર, અભિવ્યક્તિ, ભાવ કે વિધાનને વિસ્તારવા માટે ભાષાને ઉપયોગમાં લેતી પ્રવિધિ. મૂળે તે વાગ્મિતાનો એક ભાગ છે જેના દ્વારા સાધારણ વિચારનો ભાવક પર ચોક્કસ પ્રભાવ જન્માવી શકાય છે. શબ્દચયન દ્વારા, ઉત્તરોત્તર વિરોધ દ્વારા, સમાનાર્થીઓના પુનરાવર્તન દ્વારા, બદલાતા આવતા ભાર દ્વારા આનો અસરકારક વિનિયોગ થઈ શકે છે. મહાકાવ્ય અને કરુણાન્તિકાની ભવ્ય અને ઉદાત્ત શૈલીમાં એક અલંકાર તરીકે એને અવારનવાર પ્રયોજવામાં આવે છે.
ચં.ટો.