ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેદનશબ્દો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંવેદશબ્દો (Sensory words)'''</span> : ચિત્ત અને ઇન્દ્રિયો પર સીધ...") |
(No difference)
|
Revision as of 11:37, 27 November 2021
સંવેદશબ્દો (Sensory words) : ચિત્ત અને ઇન્દ્રિયો પર સીધો પ્રભાવ પાડતી અભિવ્યક્તિઓ અને શબ્દરચનાઓ. જેમકે રાવજી પટેલની ‘ઢોલિયે’ કાવ્યની આ પંક્તિઓ : ‘સાગ ઢોલિયે પાંખ ફૂટશે/કમાડ પર ચોડેલી ચકલી/સમણું થઈ ઘરમાં ફડફડશે./જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો/અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો.’
ચં.ટો.