ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામંતવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સામંતવાદ(Feudalism)'''</span> : મધ્યયુગીન વ્યવસ્થાનો આ ખ્યાલ...") |
(No difference)
|
Revision as of 13:03, 27 November 2021
સામંતવાદ(Feudalism) : મધ્યયુગીન વ્યવસ્થાનો આ ખ્યાલ એક યા બીજા રૂપે યુરોપથી માંડી જપાન અને ભારત સુધી પ્રવર્તેલો જોઈ શકાય છે. મોટા સામન્તો નાના જમીનદારોને ભૂમિ પટ્ટે આપતા અને જમીનદારો ખેતમજૂરો પાસે એની ખેતી કરાવતા. આના સંદર્ભમાં ખેતમજૂરોને એમના ગુજરાન જેટલું જ આપવામાં આવતું, જ્યારે સામન્તોને ઉત્પાદનનો એક ભાગ ભેટ આપવાનો રહેતો. જમીનની માલિકી અને જાગીરદારી સામન્તપદની મુખ્ય વિશેષતા છે. કેટલાકે એને રાજનીતિની પરિભાષામાં તો કેટલાકે એને અર્થશાસ્ત્રની પરિભાષામાં વર્ણવ્યો છે. માર્ક્સવાદ સામન્તશાહીને આર્થિક વ્યવસ્થા ગણે છે અને વર્ગસંઘર્ષનું કારણ સમજે છે.
ચં.ટો.