ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બાલાવબોધ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બાલાવબોધ'''</span> : બાળસહજ મતિ-ગતિ ધરાવનાર સાધારણ વાચ...") |
(No difference)
|
Revision as of 15:31, 27 November 2021
બાલાવબોધ : બાળસહજ મતિ-ગતિ ધરાવનાર સાધારણ વાચકને દુરારાધ્ય સાહિત્યિક કૃતિની આસ્વાદમૂલક સરળ સમજૂતી દ્વારા અવબોધ કરાવનાર ટિપ્પણગ્રન્થ. આ પ્રકારની આસ્વાદ-ચર્ચાનાં મુદ્દા-નોંધો મૂળગ્રન્થના પઠન-પાઠન દરમ્યાન તેના હાંસિયાની જગ્યામાં લખાતાં તેથી તળપદ વ્યવહારમાં બાલાવબોધ ટબો તરીકે પણ રૂઢ થયો છે. બાલાવબોધમાં અધ્યાય અનુસાર સમજૂતી આપવાના વલણને કારણે તેને સ્તબક નામ પણ મળ્યું છે.
ર.ર.દ.