ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાપ્તકવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રાપ્તકવિતા (Found poem)'''</span> : પ્રાપ્તવસ્તુ (objet trouve) કે પ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રાથમિક આધાર
|next = પ્રાપ્તયાશા
}}

Latest revision as of 08:50, 28 November 2021


પ્રાપ્તકવિતા (Found poem) : પ્રાપ્તવસ્તુ (objet trouve) કે પ્રાપ્તકલા(Art trouve)ના ક્ષેત્રે કલાકારે બનાવી ન હોય છતાં સૌન્દર્યનિષ્ઠ મૂલ્ય ઉપસાવતી કુદરતી વસ્તુઓનો મહિમા છે. કુદરતમાંથી મળેલી કે તૈયાર મળેલી વસ્તુઓનો અહીં સૌન્દર્યનિષ્ઠ ઉપયોગ અપેક્ષિત છે. એ જ રીતે ‘પ્રાપ્ત કવિતા’માં પણ રોજિંદી ભાષાના તૈયાર ખંડોમાંથી સંયોજન નીપજાવવાનો પ્રયત્ન હોય છે. જેમકે ચંદ્રકાન્ત ટોપીવાળાની રચના ‘દીવાનો આધુનિક રાસડો’માં સીધેસીધી કહેવતોને વણતો કવિતાપટ તૈયાર થયો છે : ‘મા, માનું ઘર કેટલે દીવો બળે એટલે? / દીવો લઈ કૂવે પડું. દીવો મળે એટલે / વાંઝિયા ઘરે પારણું દીવો કર્યો એટલે / લીંપ્યું ગૂંપ્યું આગણું દીવો દીવો એટલે’. ચં.ટો.