ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભૌમિકવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભૌમિકવાદ(Acmeism)'''</span> : વીસમી સદીની રશિયન કવિતાનું એક આ...")
(No difference)

Revision as of 15:47, 28 November 2021


ભૌમિકવાદ(Acmeism) : વીસમી સદીની રશિયન કવિતાનું એક આંદોલન. આ આંદોલનના સૂત્રધાર ગુમિલેવ, એસ. ગોરોદેત્સ્કી, એ. મેન્દલસ્તેમ, એન. એખ્માતોવા જેવા કવિઓ છે. કવિતાનાં પ્રતીકવાદી વલણો સામેનું આ કવિઓનું વલણ છે. રંગ, ગંધ અને ધ્વનિથી યુક્ત સંબદ્ધ અને દૃશ્ય એવા આ જગતના સંદર્ભમાં એમણે પ્રતીકવાદીઓના ‘અન્ય જગત’નો ઇન્કાર કરેલો. ભવિષ્યવાદીઓ અને ભૌમિકવાદીઓએ ‘પૃથ્વીલોકના પાર્થિવ’ તરીકે પોતાની ઓળખાણ આપી છે. ચં.ટો.