ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનસિક દૂરત્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માનસિક દૂરત્વ (Psychic Distance)'''</span> : કલાકૃતિ અને ભાવક વચ્ચે...")
(No difference)

Revision as of 09:35, 29 November 2021


માનસિક દૂરત્વ (Psychic Distance) : કલાકૃતિ અને ભાવક વચ્ચે એક ખાસ પ્રકારનું માનસિક દૂરત્વ હોવું જરૂરી છે એવો મત ધરાવતો સૌન્દર્યશાસ્ત્રીય સિદ્ધાન્ત. આ સિદ્ધાન્તના પ્રવર્તક અંગ્રેજ મનોવૈજ્ઞાનિક સૌન્દર્યશાસ્ત્રી એડવર્ડ બ્યૂલો (Bullow) છે. બ્યૂલોના મત અનસાર ‘માનસિક દૂરત્વ’ સૌન્દર્યાનુભૂતિની પ્રાથમિક શરત છે. હ.ત્રિ.