ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રુચિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રુચિ(Taste)'''</span> : અઢારમી સદીમાં આ સંજ્ઞા સુપ્રતિષ્ઠ થ...") |
(No difference)
|
Revision as of 15:20, 29 November 2021
રુચિ(Taste) : અઢારમી સદીમાં આ સંજ્ઞા સુપ્રતિષ્ઠ થઈ અને વિવિધ રીતે એનો તત્ત્વવિચાર તેમજ સૌન્દર્યવિચારમાં પ્રયોગ થયો. વિશેષ તો કલા અને સાહિત્યક્ષેત્રે જે કાંઈ ઉત્તમ છે એને પરખી લેવા માટેનું રુચિતંત્ર આ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. કોલરિજે રુચિની વ્યાખ્યા આપતાં કહ્યું છે : ઉત્તમ રુચિ કેળવી શકાય છે. અન્ય બાબતોની જેમ રુચિ પણ વિચારનું અને શ્રેષ્ઠ નમૂનાઓના નિદિધ્યાસનનું પરિણામ છે.
પ.ના.