ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રુબાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રુબાઈ'''</span> : ગુજરાતી સાહિત્યમાં આયાત કરાયેલો ફારસ...") |
(No difference)
|
Revision as of 15:22, 29 November 2021
રુબાઈ : ગુજરાતી સાહિત્યમાં આયાત કરાયેલો ફારસી કાવ્યપ્રકાર. અરબી ભાષાના ‘રૂબઅ’ (કોઈપણ પદાર્થનો ચોથો ભાગ) પરથી વ્યુત્પન્ન આ સંજ્ઞાનો અર્થ છે : ચારયુક્ત. એટલેકે ચાર પંક્તિયુક્ત સ્વતંત્ર કવિતા. રુબાઈ, મુક્તક(કત્અ)ના પ્રકારની પણ બંધારણની દૃષ્ટિએ અલગ છે. મોટે ભાગે ‘હઝજ’ છંદના ૨૪ પ્રકારોમાં લખાતા આ કાવ્યસ્વરૂપની પહેલી બીજી અને ચોથી પંક્તિમાં અંત્યાનુપ્રાસ ચુસ્તપણે પાળવામાં આવે છે. ફારસી સાહિત્યમાં રુમી અને હાફિઝ પછી અગિયારમી સદીનો ઓમર ખય્યામ આ કાવ્યપ્રકારનો મુખ્ય પુરસ્કર્તા છે. એના એડવર્ડ ફિટ્સજેરલ્ડ દ્વારા થયેલા અંગ્રેજી અનુવાદથી રુબાઈનું સ્વરૂપ વિશ્વસાહિત્યમાં પ્રચલિત બન્યું. ભારતની અન્ય ભાષાઓમાં તેમજ ગુજરાતીમાં ઘણાએ આ સ્વરૂપ ખેડ્યું છે. {Right|ચં.ટો.}}