ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વરાકશૈલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વરાકશૈલી(Grotesque)'''</span> : વિકૃત, કઢંગા આકારોવાળાં ભીંતચ...")
(No difference)

Revision as of 09:02, 30 November 2021


વરાકશૈલી(Grotesque) : વિકૃત, કઢંગા આકારોવાળાં ભીંતચિત્રો કે શિલ્પો માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. સામાન્ય રીતે મનુષ્યઆકારો અને પ્રાણીઆકારોના મિશ્રણ દ્વારા આ રીતનાં બેહૂદાં ચિત્રો તૈયાર કરાતાં. સ્થાપત્યકલામાં વિકૃત સ્થાપત્યશૈલી માટે પ્રયોજાતી આ સંજ્ઞા સાહિત્યના સંદર્ભમાં અસંગત, અતિશયતાપૂર્ણ, અપ્તરંગી નિરૂપણશૈલી માટે પ્રયોજવામાં આવે છે. પ.ના.