ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિરોધ'''</span> : વાસ્તવિક વિરોધ ન હોવા છતાં પણ વિરોધ હો...") |
(No difference)
|
Revision as of 11:13, 30 November 2021
વિરોધ : વાસ્તવિક વિરોધ ન હોવા છતાં પણ વિરોધ હોય એ રીતે કથન કરવામાં આવે તે વિરોધ અલંકાર કહેવાય. અહીં વિરોધનો આભાસ સર્જીને તે દ્વારા કોઈ સત્યની રજૂઆત કરાય છે. ‘પણ’ શબ્દનો પ્રયોગ કરવાથી વિરોધ શબ્દ બને છે અને તેના અભાવમાં તે આર્થ હોય છે. જેમકે, ‘હે રાજા, તારી સમક્ષ પર્વતો ઊંચાઈરહિત છે, પવન ગતિરહિત છે, સમુદ્રો ગંભીરતા વિનાના છે અને પૃથ્વી લઘુ છે.’
જ.દ.