ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધ પ્રસ્તુતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિરોધ પ્રસ્તુતિ(Oxymoron)'''</span> : ચોક્કસ અસર ઉપસાવવા માટે...") |
(No difference)
|
Revision as of 11:16, 30 November 2021
વિરોધ પ્રસ્તુતિ(Oxymoron) : ચોક્કસ અસર ઉપસાવવા માટે એક જ અભિવ્યક્તિમાં વિરુદ્ધ અર્થના બે શબ્દો કે વાક્યખંડોનો ઉપયોગ. જેમકે, સુરેશ દલાલના ‘અનુભૂતિ’ કાવ્યમાં ‘કંપ્યું જળનું રેશમ પોત / કિરણ તો ઝૂક્યું થઈ કપોત / વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ.
ચં.ટો.