ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિવેચક, સર્જકનો જોડિયો ભાઈ'''</span> : નરસિંહરાવ દિવેટિ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિવેચકની સર્જકતા
|next = વિવેચન
}}

Latest revision as of 10:22, 3 December 2021


વિવેચક, સર્જકનો જોડિયો ભાઈ : નરસિંહરાવ દિવેટિયા એમનાં ગ્રન્થ ‘મનોમુકુર’ ભાગ-૧માં નવલરામના મૂલ્યાંકન દરમ્યાન કવિ અને વિવેચકની પરસ્પરની સંલગ્નતા વિશે ટિપ્પણી કરતાં સ્પષ્ટ કરે છે કે વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પનાપ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં સાથે જ ઊડે છે. બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે. પરંતુ નરસિંહરાવે એ કવિ અને વિવેચકના વ્યાપારો વચ્ચે ભેદ દર્શાવ્યો છે અને કહ્યું છે કે કવિનો વ્યાપાર સંયોગીકરણ(Synthesis)નો છે વિવેચકનો પૃથક્કરણ(Analysis)નો છે. પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ. અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે. નરસિંહરાવની આ વિચારણા સંસ્કૃતમાં કારયિત્રી અને ભાવયિત્રીપ્રતિભાની વિચારણાની ખૂબ નજીકની છે. ચં.ટો.