ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વગતોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વગતોક્તિ(Soliloquy)'''</span> : પાત્રની અત્યંત આંતરિક લાગણી...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્વકેન્દ્રીકાર્ય   
|next= સ્વતઃસંભવી
}}

Latest revision as of 11:43, 9 December 2021


સ્વગતોક્તિ(Soliloquy) : પાત્રની અત્યંત આંતરિક લાગણીને વ્યક્ત કરવા કે પ્રેક્ષકોને જરૂરી માહિતી પૂરી પાડવા વપરાતી આ નાટ્યરીતિમાં અભિનય કરતી વેળાએ પાત્ર કે અભિનેતા સ્વગતકથનને મોટેથી ઉચ્ચારે છે, પણ રંગમંચ પર સ્થિત અન્ય પાત્રો માટે એ ગોપનયોગ્ય હોય છે. આ ગોપનીય હોવા છતાં સામાજિકો કે પ્રેક્ષકો માટે ગોપનીય નથી. પાત્ર એવી ચેષ્ટાઓ સાથે અભિનય કરે છે કે પ્રેક્ષક એને સ્પષ્ટ સાંભળી શકે અને છતાં અનુમાન કરે કે એ એનું આત્મગત સંભાષણ છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્ર એને ‘સ્વગત’ કે ‘અશ્રાવ્ય’ તરીકે ઓળખે છે. ચં.ટો.