ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
m (NileshValanki moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહચર્ય-અધ્યાસ) |
(No difference)
|
Latest revision as of 11:31, 10 December 2021
સાહચર્ય/અધ્યાસ(Association) : ભાવકના ચિત્તમાં ઉદ્ભવતો એક ચોક્કસ વિચારનો એક કે એકથી વધુ વસ્તુ (ઘટના, દૃશ્ય વગેરે) સાથેનો પારસ્પરિક સંબંધ. સાહિત્યકૃતિમાં ઉપમા, રૂપક વગેરેનો વિનિયોગ કરવા પાછળનો સર્જકનો ગર્ભિત આશય ભાવકના ચિત્તમાં સાહચર્યો જગવવાનો જ હોય છે. ઍરિસ્ટોટલ આ સંજ્ઞાના સંદર્ભમાં આમ વિચારે છે : ‘અનેક પ્રકારના વિચારોની સહોપસ્થિતિને કારણે જે-તે વિચારો પરસ્પરનો સંદર્ભ ઊભો કરે છે; અથવા વિચારની આંશિક રજૂઆતથી તેનો સમગ્ર સંદર્ભ તાજો કરે છે.’
પ.ના.