કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૦. નહિ વ્હાલીડા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦. નહિ વ્હાલીડા |}} <poem> ડાળનું પાક્યું પાંદડું અમે નહિ વ્હા...") |
(No difference)
|
Revision as of 04:48, 14 December 2021
૪૦. નહિ વ્હાલીડા
ડાળનું પાક્યું પાંદડું અમે નહિ વ્હાલીડા!
ઊભરાતા અંધારની ભેળું ઓગળે
એવું ચાંદરડું તે નહિ વ્હાલીડા!
મોસમ આવી ઊતરે,
અમે જાઈં ન ઝરી;
નજર નો મંડાય તો,
રિયે સોડમાં સરી.
વરસતા વરસાદનો વ્હૅળો નહિ વ્હાલીડા!
ભમ્મરિયા વંટોળનો ઘેલો
વગડે વાગી જાય હેલો તે નહિ વ્હાલીડા!
પારકી થાપણ લઈ
ન ગરવ કરીએ જરી,
સાંસની સમાં આયખું
આખું રાખીએ ધરી.
વાળમાંનું વરણાગિયું પીંછું નહિ વ્હાલીડા!
આપણા આ ગોકુળિયે તારા
કાળજાથી કાંઈ હોય બીજું તે નહિ વ્હાલીડા!
(સંકલિત કવિતા, પૃ. ૪૨૭-૪૨૮)