કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૮. હાઇકુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૮. હાઇકુ|}} <poem> ૧ આભની ભણી રાતું, ઘરે નળિયું કાજળ કાળું. ૨ ઉંબ...")
(No difference)

Revision as of 05:13, 14 December 2021


૪૮. હાઇકુ


આભની ભણી
રાતું, ઘરે નળિયું
કાજળ કાળું.

ઉંબર કને
સાથિયે પૂર્યા ચોખા
ચકલી ચણે.

ભીંત ભીતર
ભીંત ભીતર ભીંત
કોના રક્ષણે?

જલનું મીન
વ્યોમ-કૂદકો લેતું
જળમાં લીન.

પૂર ચડેલી
નદી, ઉપર સેતુ
સરતી હોડી.

આભે ડમરી
ચડે, કૂવાનાં ઊંડાં
ઊતરે નીર.

કૂકડો બોલે
અંધકારને શીર્ષ
રાતી કલગી.
(સંકલિત કવિતા, પૃ. ૯૬૯-૯૭૭)