કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧. જળમાં લખવાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. જળમાં લખવાં|}} <poem> ઊણાં-અધૂરાં મેલી કામ, ::: ભાઈ, મારે જળમાં લ...")
 
No edit summary
Line 7: Line 7:
::: ભાઈ, મારે જળમાં લખવાં નામ.
::: ભાઈ, મારે જળમાં લખવાં નામ.
::: ભાઈ, મારે જળમાં લખવાં નામ.
::: ભાઈ, મારે જળમાં લખવાં નામ.
આગમની એંધાણી મળે ન તોયે
આગમની એંધાણી મળે ન તોયે
::: રાખવા દોર ને દમામ,
::: રાખવા દોર ને દમામ,
Line 12: Line 13:
::: આંજવાં તેજને તમામ.
::: આંજવાં તેજને તમામ.
:::: ભાઈ, મારે જળમાં લખવાં નામ.
:::: ભાઈ, મારે જળમાં લખવાં નામ.
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
::: ભીડવી ભવની હામ,
::: ભીડવી ભવની હામ,

Revision as of 07:29, 14 December 2021


૧. જળમાં લખવાં

ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ, મારે જળમાં લખવાં નામ.
ભાઈ, મારે જળમાં લખવાં નામ.

આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવાં તેજને તમામ.
ભાઈ, મારે જળમાં લખવાં નામ.

ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ,
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ, મારે જળમાં લખવાં નામ.
માર્ચ ’૭૪
(જળમાં લખવાં નામ, પૃ. ૩)