કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩. હોઉં હવે તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. હોઉં હવે તો|}} <poem> ગીતમાં ગૂંથું વાયરે વણું, ::: વાત ઝીલી ઝરમ...")
(No difference)

Revision as of 07:37, 14 December 2021


૩. હોઉં હવે તો

ગીતમાં ગૂંથું વાયરે વણું,
વાત ઝીલી ઝરમરની એવી
આમથી વાવું, આમથી લણું.
પીગળ્યા રૂના પોલ ટપોટપ
પીગળ્યા સીમ ને શેઢા,
ઓગળી ચાલ્યા દુખના દ્હાડા,
ગણતાં થાક્યા વેઢા.
હાંઉં હવે તો એમ થતું કે –
ટોડલા ભીંજે એટલું પાણી અમને ઘણું.
વનરાને અંકાશ ચગે કોઈ
ઝબકાતી ઠકરાત,
ભીંજતો ભીના સૂરથી ભીતર
ઝમતી ઝીલી રાત.
હાંઉં હવે તો ઊમટ્યાં લીલાં પૂર –
ઘડીમાં ફાલશે થોડું ફોરશે ઘણું.
ગીતમાં ગૂંથું વાયરે વણું.
૧૦-૬-૭૦

(જળમાં લખવાં નામ, પૃ. ૯)