કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૯. ગાંધીનામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯. ગાંધીનામ|}} <poem> ગાંધીનામ ખરે ગપગોળા, મૂઈ ભેંસના મોટા ડોળા....")
(No difference)

Revision as of 09:12, 14 December 2021


૯. ગાંધીનામ

ગાંધીનામ ખરે ગપગોળા,
મૂઈ ભેંસના મોટા ડોળા.

શોધી શોધીને શું શોધ્યું –
ખાલી ખૂણો ખાંખાંખોળા.

ચ્હેરો રસ્તે એક મળે ના;
મળતાં મ્હોરાં ટોળાં-ટોળાં.

પડછાયાના જંગલ વચ્ચે
વાઘ-સિંહના રમતા ઓળા.

કાન કશુંયે ધરીએ શાને;
કોઈ કહે છો કાળા-ધોળા.

લાજીને પરપોટો ફૂટ્યો –
લાગ્યાં પાણી ડ્‌હોળાં ડ્‌હોળાં!
૧૯૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૩૮)