કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૫. આવ્યા જુઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. આવ્યા જુઓ|}} <poem> (મિશ્ર) આંધી ચડી ઠંડકની… ઘડીમાં જોજો હવે...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
(મિશ્ર)
(મિશ્ર)
આંધી ચડી ઠંડકની…
આંધી ચડી ઠંડકની…
ઘડીમાં જોજો હવે તો, હળવાંક ફોરાં
ઘડીમાં જોજો હવે તો, હળવાંક ફોરાં
Line 23: Line 24:
શેરી, ફળીમાં, ઘર-ઉંબરામાં –
શેરી, ફળીમાં, ઘર-ઉંબરામાં –
આવ્યા જુઓ, સાંકળ ખટ્‌ખટાવે!
આવ્યા જુઓ, સાંકળ ખટ્‌ખટાવે!
જુલાઈ ’૭૩
જુલાઈ ’૭૩
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬૪)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬૪)}}
</poem>
</poem>

Revision as of 09:53, 14 December 2021


૧૫. આવ્યા જુઓ

(મિશ્ર)

આંધી ચડી ઠંડકની…
ઘડીમાં જોજો હવે તો, હળવાંક ફોરાં
ધાકોર કોરીકટ આ ધરા પે
ફોરી જશે ગંધ મટોડીની ભલી.
ધૂળેભર્યાં ઝાડ-મકાન-ટાબરાં
ચોખ્ખાંચણાક હળવાં હળવાં ઘડીકમાં
જોજો હવે, લીંપણ-ગારમાંથી
સોને મઢ્યા કુંવળના ઝગારા.
ને પાન પાને જુગતે ઝિલાયાં
ધીરે રહીને ટપ્‌કી જશે કંઈ ટબૂકલાં
બોખલી કુપ્પીમાંથી ઝરેલ
મીઠી-મધ વારતાનાં.
ઝોકારતી તેજલ-રેખ એવી
ગ્હેકી જશે ઉજ્જડ આંખમાંયે;
કે કારમે દેશવટે રહેલા
આશાભર્યા એ જણ પંથ ખૂંદતા
ઘડીકમાં તો અહીં ગામ-પાદરે
શેરી, ફળીમાં, ઘર-ઉંબરામાં –
આવ્યા જુઓ, સાંકળ ખટ્‌ખટાવે!

જુલાઈ ’૭૩
(જળમાં લખવાં નામ, પૃ. ૬૪)