કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૮. પીંછું: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. પીંછું | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> જેવો કો નભત...") |
(No difference)
|
Revision as of 10:52, 14 December 2021
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી
જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજપિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એકાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, ર્હે માત્ર હૈયે છવી.
એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી પાછળ સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
ના ગીત મૂકી ગયું :
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.
બામણા, ૪-૧-૧૯૩૩
(સમગ્ર કવિતા, પૃ. ૭૯)