કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૯. બીડમાં સાંજવેળા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. બીડમાં સાંજવેળા | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> વ...") |
(No difference)
|
Revision as of 10:54, 14 December 2021
૯. બીડમાં સાંજવેળા
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી
વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યંુ ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.
હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી – અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન – વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!
બામણા, ૩૦-૧-૧૯૩૩
(સમગ્ર કવિતા, પૃ. ૮૭)