કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૩. ભલે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ભલે|}} <poem> આ હાથ ઉપર માથું મૂક્યું, ને માથા ઉપર હાથ; ભલે. આ બ...") |
(No difference)
|
Revision as of 11:19, 14 December 2021
૩૩. ભલે
આ હાથ ઉપર માથું મૂક્યું,
ને માથા ઉપર હાથ; ભલે.
આ બાર બથોડાં અંધારું,
મુઠ્ઠી અજવાળું સાથ; ભલે.
આ એકલદોકલ ચાલ્યા તો
પડછાયાનો સંગાથ; ભલે.
આ રંગ-રાગની રમણામાં
ભ્રમણાની ઊપસી ભાત; ભલે.
આ પોઢેલાં પાણીમાં પેઠો
પાછો ઝંઝાવાત; ભલે.
આ અવળ-સવળ તરિયા-ડૂબ્યા,
નહિ રે ઉગાર્યો નાથ; ભલે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૭૦)