કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૬. માણસ એવા મળી ગયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬. માણસ એવા મળી ગયા|}} <poem> ઢાળ આવતાં ઢળી ગયા, ભૈ, ગોઠણમાંથી ગળ...") |
(No difference)
|
Revision as of 11:43, 14 December 2021
૩૬. માણસ એવા મળી ગયા
ઢાળ આવતાં ઢળી ગયા,
ભૈ, ગોઠણમાંથી ગળી ગયા
માણસ એવા મળી ગયા…
વટના માર્યા વળી ગયા,
ભૈ, છણકામાં તો છળી ગયા… માણસo
રોતાં રોતાં રળી ગયા,
ભૈ, પલપલિયામાં પળી ગયા… માણસo
ગોલાપામાં ગળી ગયા,
ભૈ, જાંગડ જેવું જળી ગયા… માણસo
ભરી ભીડમાં ભળી ગયા,
ભૈ, ત્રેવડ કરતાં ટળી ગયા… માણસo
હરખપદૂડા હળી ગયા,
ભૈ, કંઈક દોદળું દળી ગયા… માણસo
કાણી આંખે કળી ગયા,
ભૈ, ફોફાં જેવું ફળી ગયા… માણસo
લેખણ ભાળી લળી ગયા,
ભૈ, ચીતર જોતાં ચળી ગયા… માણસo
ઝભ્ભામાં ઝળહળી ગયા,
ભૈ, ખોંખારે ખળખળી ગયા,
માણસ એવા મળી ગયા.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૮૪)