કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૯. વળતાં પાણી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૯. વળતાં પાણી | }} <poem> વળતાં પાણી ને વળતી જાતરા ::: એમાં ઓછું-અદ...") |
(No difference)
|
Revision as of 11:56, 14 December 2021
૩૯. વળતાં પાણી
વળતાં પાણી ને વળતી જાતરા
એમાં ઓછું-અદકું શું લગાર?
ઢળતી રાત્યું ને ગળતી ગોઠડી
એમાં આવે ઝોકું ને તૂટે તાર
– વળતાં પાણીo
જીવ્યા-મર્યાના એવા આખરી
દેવા-લેવા રે જુહાર;
લેણા-દેણીના બીડી ચોપડા
ઠરવું મનની મોઝાર.
– વળતાં પાણીo
માણ્યું ઝાઝું કે ઝાઝું જીરવ્યું
એનો કાઢવો ઉટાંક;
અણઘડ અડસટ્ટા ખાંતે ખેરવી
જોવા પંડનાયે વાંક.
– વળતાં પાણીo
ખાટ્યા કેવા ને ખોયું કેટલું
કાંઠે કાઢવો ઓવાળ,
હરિએ હૈયારી ઝીણી જોગવી
ભીતર કાઢવી રે ભાળ.
– વળતાં પાણીo
(જળમાં લખવાં નામ, પૃ. ૧૯૩)