કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૫૦. પીડના દુહા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. પીડના દુહા|}} <poem> પીડ પીડ સૌ શું કરો – દેખી છે પરછાંઈ? ડેરો...")
(No difference)

Revision as of 12:24, 14 December 2021


૫૦. પીડના દુહા

પીડ પીડ સૌ શું કરો – દેખી છે પરછાંઈ?
ડેરો નાખે કાળજે ને રૂંધે રગરગમાંહી.

પીડ બડી કંજૂસ છે, પીડ બડી દાતાર,
ખીજી તો ખેપું ભરો ને રીઝી તો ઓ પાર.

પીડ જનમભેળી મળે, દિયે મરણલગ સાથ,
પાર મુકાવે પીડથી એને જાણો જગનો નાથ.

રાતે ન મળે નીંદરા, દહાડે ન મળે ચેન,
મળ્યો પીડનો વારસો એને સરખાં દિન કે રૈન.

શું કહું એને – ભાગિયો? અભાગિયો? કે પ્હાણ?
જેને રજ પરસે નહીં પીડ-પ્રસવતી વાણ.

હેમાળાના હેમ કે વડવાનલના તાપ,
લાગે બંને વામણા જેને મળ્યા પીડના શાપ.

પીડ ખરી એ જાણવી જે મૂંગું કોરી ખાય,
ભીતર શારે શારડી, ને બહાર કશું ન કળાય.

કરો કવિતડાં લાખ પણ પીડ ન છોડે છાલ,
મન મારી મૂંગા મરો, એ જ આખરી હાલ.

પીડ તણાં જળ એવડાં ઊંડાં, અકળ, અતાગ
ભોગવટો એનો ભલો, એમાં નહીં લાગ કે ભાગ.

(જળમાં લખવાં નામ, પૃ. ૩૨૯)