કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૫. ધારાવસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫. ધારાવસ્ત્ર| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> કોઈ ઝ...")
(No difference)

Revision as of 09:04, 15 December 2021

૪૫. ધારાવસ્ત્ર

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી


કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ… પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે – વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

દિલ્હી, ૧૯-૮-૧૯૭૫
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)