કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧. મૌન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. મૌન| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> '''૧. મૌન''' ::મારા...")
(No difference)

Revision as of 11:26, 15 December 2021

૧. મૌન

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી


૧. મૌન

મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલશૃંખલામાં.
બામણા, ઓગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)