આત્માની માતૃભાષા/32: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કંચવાનો કાચો રંગ સાચવવાની મથામણ|સંજુ વાળા}} <poem> શ્રાવણ હો!...") |
(No difference)
|
Revision as of 11:41, 16 December 2021
કંચવાનો કાચો રંગ સાચવવાની મથામણ
સંજુ વાળા
શ્રાવણ હો!
અરધી વાટે તું રેલીશ મા,
મારી ભરી ભરી હેલ, છેડીશ મા!
અરધી વાટે તું રેલીશ મા.
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ.
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
અરધી વાટે…
આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખેને રેલ્યો જાય.
અરધી વાટે…
શ્રાવણ! તારાં સરવડાં, મોરી અખિયનધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
અરધી વાટે તું રેલીશ મા,
શ્રાવણ હો!
અમદાવાદ, ૨૦-૭-૧૯૪૫