કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૮. હું ગુર્જર ભારતવાસી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. હું ગુર્જર ભારતવાસી| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}}...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૮. હું ગુર્જર ભારતવાસી| | {{Heading|૩૮. હું ગુર્જર ભારતવાસી|}} | ||
Revision as of 12:38, 16 December 2021
હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુ જન મંગલ મન મારું ઉલ્લાસી.
હું…
અર્બુદ-અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
હું…
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
હું…
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અવિશંકિત:
‘સર્વ ધર્મ सम, સર્વ ધર્મ मम.’– ઉર એ રહો પ્રકાશી.
હું…
ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી.
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી
હું ગુર્જર ભારતવાસી.
અમદાવાદ, ૨૯-૪-૧૯૬૦
(સમગ્ર કવિતા, પૃ. ૬૯૪)