કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૨. એક ઝાડ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. એક ઝાડ| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> મારા બારણા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૨. એક ઝાડ| | {{Heading|૪૨. એક ઝાડ|}} | ||
Revision as of 12:39, 16 December 2021
૪૨. એક ઝાડ
મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.
એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.
અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...
શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.
અમદાવાદ, ૯-૮-૧૯૭૧
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૧)