કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૨. એક ઝાડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૨. એક ઝાડ| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> મારા બારણા...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૨. એક ઝાડ| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}}
{{Heading|૪૨. એક ઝાડ|}}





Revision as of 12:39, 16 December 2021

૪૨. એક ઝાડ


મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.

અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની...

શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

અમદાવાદ, ૯-૮-૧૯૭૧
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૧)