કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૮. ગામને કૂવે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 31: | Line 31: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)}} | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય… | |||
|next = ૨૯. પંચમી આવી વસંતની | |||
}} | |||
Latest revision as of 15:49, 16 December 2021
૨૮. ગામને કૂવે
ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.
ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
ગામને...
ગામની વાડીમાં કદી નહિ ફરું.
વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
ગામને...
ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
ગામને...
ગામમાં રહીને જઈ ક્યાં ઠરું?
ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું,
ગામને...
ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
તોડ્યો એણે મનડાનો તોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.
અમદાવાદ, ૨૨-૫-૧૯૪૫