કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૧. થોડોએક તડકો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 20: Line 20:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮)}}
</Poem>
</Poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૦. ચાલને,
|next = ૩૨. રડો ન મુજ મૃત્યુને!–
}}

Latest revision as of 15:51, 16 December 2021

૩૧. થોડોએક તડકો



થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા.
          ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
          થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાંની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો!
          કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
          થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

અમદાવાદ, ૩૧-૮-૧૯૪૭

(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮)