આત્માની માતૃભાષા/43: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 224: Line 224:


કેમ માની રહી, જો તો!
કેમ માની રહી, જો તો!
કૈકેયી: સમજ કૈં પડે એવું
કૈકેયી: સમજ કૈં પડે એવું
બોલ સમસ્યાવચન છોડી. મંથરા, સદાની
બોલ સમસ્યાવચન છોડી. મંથરા, સદાની
Line 229: Line 230:
મંથરા: રાણી, શીદ વાંકું પાડો,
મંથરા: રાણી, શીદ વાંકું પાડો,
વાંકું જ્યાં છે ભાગ્ય તમ? … અયોધ્યા ઓ પૂરે સાક્ષી.
વાંકું જ્યાં છે ભાગ્ય તમ? … અયોધ્યા ઓ પૂરે સાક્ષી.
કૈકેયી: વાંકું શું છે એમાં? અરે! અયોધ્યાની હૈયાલક્ષ્મી
કૈકેયી: વાંકું શું છે એમાં? અરે! અયોધ્યાની હૈયાલક્ષ્મી
સાથે હસે હૃદય આ મારું… હસ અયોધ્યા, તું.
સાથે હસે હૃદય આ મારું… હસ અયોધ્યા, તું.
છો રડે આ મંથરા, જો રડવું જ ઇષ્ટ એને.
છો રડે આ મંથરા, જો રડવું જ ઇષ્ટ એને.
મંથરા: હસે તું દુર્ભાગ્યથી જો તારા, એકલી રડીશ
મંથરા: હસે તું દુર્ભાગ્યથી જો તારા, એકલી રડીશ
હું. વિદાય ભરતને કરી રાજા દશરથે
હું. વિદાય ભરતને કરી રાજા દશરથે
Line 237: Line 240:
તાત્કાલિક કાલ પ્રાત:કાલે એથી અહીં એક
તાત્કાલિક કાલ પ્રાત:કાલે એથી અહીં એક
મંથરા વિના અયોધ્યા આખીયમાં રડશે કો?
મંથરા વિના અયોધ્યા આખીયમાં રડશે કો?
કૈકેયી: મૂર્ખી, શું તું અધમૂઈ, એ વાતે થઈ? તો લે આ
કૈકેયી: મૂર્ખી, શું તું અધમૂઈ, એ વાતે થઈ? તો લે આ
ગળામાંનો નવસર હાર મારો વધાઈમાં
ગળામાંનો નવસર હાર મારો વધાઈમાં
Line 242: Line 246:
અરે રામ! હું તો જોઈ આંખના અંગારા તારા
અરે રામ! હું તો જોઈ આંખના અંગારા તારા
છળી ઊઠી… હાશ, મારો રામ યુવરાજ થશે.
છળી ઊઠી… હાશ, મારો રામ યુવરાજ થશે.
મંથરા: હસીશ હું, કેમ નહીં હસું, કહે કૈકેયી, આ
મંથરા: હસીશ હું, કેમ નહીં હસું, કહે કૈકેયી, આ
ભોળપણ તારા પરે, જાણતી જે જગતને
ભોળપણ તારા પરે, જાણતી જે જગતને
સ્નેહ-રત પોતા સમું, આજે અવસર નથી
સ્નેહ-રત પોતા સમું, આજે અવસર નથી
તારે, કિંતુ કૌસલ્યાને છે ભૂષણો સુવર્ણનાં
તારે, કિંતુ કૌસલ્યાને છે ભૂષણો સુવર્ણનાં
અર્પવાનો…
અર્પવાનો…
કૈકેયી: નથી કેમ મારે, અરે વક્રમતિ!
કૈકેયી: નથી કેમ મારે, અરે વક્રમતિ!
ધર્મજ્ઞ તે સત્યાચાર, વિનમ્ર, શુચિ, રુચિર
ધર્મજ્ઞ તે સત્યાચાર, વિનમ્ર, શુચિ, રુચિર
Line 252: Line 259:
એટલો જ. ભરત ને રામમાં ન ભેદ કશો
એટલો જ. ભરત ને રામમાં ન ભેદ કશો
મારે મન.
મારે મન.
મંથરા: એ જ તો છે મારે મન મહાશૂળ.
મંથરા: એ જ તો છે મારે મન મહાશૂળ.
કૈકેયી: કેમ રે?
કૈકેયી: કેમ રે?
મંથરા: ન પૂરતું છે — તારે મન ભેદ નથી.
મંથરા: ન પૂરતું છે — તારે મન ભેદ નથી.
કૌસલ્યાને મન યદિ ભેદબુદ્ધિ.
કૌસલ્યાને મન યદિ ભેદબુદ્ધિ.
કૈકેયી: હોય કદી,
કૈકેયી: હોય કદી,
તોય રામ મારો તે તો રામ સદા રહેવાનો.
તોય રામ મારો તે તો રામ સદા રહેવાનો.
મંથરા: રામ તેય શું કરે, જ્યાં રાજનીતિ નિજ ગતિ
મંથરા: રામ તેય શું કરે, જ્યાં રાજનીતિ નિજ ગતિ
અનુસરે?… રામ હોય ગમે તે પરંતુ તેને
અનુસરે?… રામ હોય ગમે તે પરંતુ તેને
Line 263: Line 274:
રાજ્યારૂઢ નૃપતિથી ચાલવું બચીને સદા
રાજ્યારૂઢ નૃપતિથી ચાલવું બચીને સદા
ભરતને લલાટે હા લખાયું જ.
ભરતને લલાટે હા લખાયું જ.
કૈકેયી: રાજનીતિ
કૈકેયી: રાજનીતિ
અયોધ્યાના રાજગૃહે દાસીઓએ ભાખવાની
અયોધ્યાના રાજગૃહે દાસીઓએ ભાખવાની
આવી ગઈ વેળા?
આવી ગઈ વેળા?
મંથરા: રાણી, રાજગૃહ છે ક્યાં, કહે?
મંથરા: રાણી, રાજગૃહ છે ક્યાં, કહે?
હું ન ક્યાંય જોતી. જોઉં છું હું આ આંખોની સામે
હું ન ક્યાંય જોતી. જોઉં છું હું આ આંખોની સામે
પ્રેષ્ય દાસી કૌસલ્યાની કિંકરી બનેલી તને,
પ્રેષ્ય દાસી કૌસલ્યાની કિંકરી બનેલી તને,
અને રામનીય….
અને રામનીય….
કૈકેયી: રામ રિપુનેયે વ્હાલ કરે
કૈકેયી: રામ રિપુનેયે વ્હાલ કરે
સર્વપ્રિય, સત્યકામ, તે તો મને કૌસલ્યાથી
સર્વપ્રિય, સત્યકામ, તે તો મને કૌસલ્યાથી
Line 275: Line 289:
નૃપતિકુમાર જ્યેષ્ઠ યૌવરાજ્ય પામે તેને
નૃપતિકુમાર જ્યેષ્ઠ યૌવરાજ્ય પામે તેને
વધાવતાં શીખ.
વધાવતાં શીખ.
મંથરા: મારે શીખવાનું આવ્યું ખરે
મંથરા: મારે શીખવાનું આવ્યું ખરે
તારી કનેથી ઘણુંક, રાણી, કહે અર્ચના તું
તારી કનેથી ઘણુંક, રાણી, કહે અર્ચના તું
Line 282: Line 297:
હુંય તે કૈં જાણું, રાજ્યે જ્યેષ્ઠ જ જે હોય તેને
હુંય તે કૈં જાણું, રાજ્યે જ્યેષ્ઠ જ જે હોય તેને
યુવરાજ સ્થાપ્યો ઘટે. ભરતનું કિંતુ…
યુવરાજ સ્થાપ્યો ઘટે. ભરતનું કિંતુ…
કૈકેયી: તારું
કૈકેયી: તારું
કિંતુ ન ટળ્યું! તું બસ કિંતુ કિંતુ રટ્યાં કર,
કિંતુ ન ટળ્યું! તું બસ કિંતુ કિંતુ રટ્યાં કર,
કિંતુડી!
કિંતુડી!
મંથરા! છું કિંકરી તો કહે તારે ક્હેવું હોય
મંથરા! છું કિંકરી તો કહે તારે ક્હેવું હોય
તે, પરંતુ…
તે, પરંતુ…
કૈકેયી: પરંતુ?!
કૈકેયી: પરંતુ?!
મંથરા: તું હસ, હસી લે તું આજ
મંથરા: તું હસ, હસી લે તું આજ
છેલવેલ્લું.
છેલવેલ્લું.
કૈકેયી: છેલવેલ્લું?
કૈકેયી: છેલવેલ્લું?
મંથરા: કાલે પ્રાત:કાલે યુગ
મંથરા: કાલે પ્રાત:કાલે યુગ
નવો આરંભાશે તેમાં તું અને ભરત બેઉ
નવો આરંભાશે તેમાં તું અને ભરત બેઉ
ખોવાઈ જશો કહીંય… તારું મને લાગતું ના,
ખોવાઈ જશો કહીંય… તારું મને લાગતું ના,
Line 300: Line 319:
મોકલ્યા વિના રહેશે નહીં તારા ભરતને
મોકલ્યા વિના રહેશે નહીં તારા ભરતને
દેશાન્તરે… અથવા તો લોકાન્તરે…
દેશાન્તરે… અથવા તો લોકાન્તરે…
કૈકેયી: ભરતને?
કૈકેયી: ભરતને?
મંથરા: ભરતને.
મંથરા: ભરતને.
Line 314: Line 334:
મંથરા, ન જાણીશ તું, મંદભાગણી બિચારી
મંથરા, ન જાણીશ તું, મંદભાગણી બિચારી
અસહાય શક્તિહીન મને. રાખઢાંક્યો ફૂંકે
અસહાય શક્તિહીન મને. રાખઢાંક્યો ફૂંકે
સ્ફુલિંગ જે તેની સામે વિશ્વગ્રાસિની જ્વાલા છું,
સ્ફુલિંગ જે તેની સામે વિશ્વગ્રાસિની જ્વાલા છું,
પદસ્પર્શે છંછેડે જે તેને કાજ વિષ-ઓઘ
પદસ્પર્શે છંછેડે જે તેને કાજ વિષ-ઓઘ
Line 319: Line 340:
સિંહણ શું સહી લે કે, મંથરા, શિશુનો થતો
સિંહણ શું સહી લે કે, મંથરા, શિશુનો થતો
અભિભવ?… અરે, અરે, મંથરા, આ અયોધ્યા કે?
અભિભવ?… અરે, અરે, મંથરા, આ અયોધ્યા કે?
મંથરા: અયોધ્યા શું કરે એમાં જે મળ્યો તે સ્થાપે રાજા.
મંથરા: અયોધ્યા શું કરે એમાં જે મળ્યો તે સ્થાપે રાજા.
આપણામાં જોઈએ કૈં હામ.
આપણામાં જોઈએ કૈં હામ.
કૈકેયી: રામ વનવાસ
કૈકેયી: રામ વનવાસ
જશે, ભરત થશે યુવરાજ.
જશે, ભરત થશે યુવરાજ.
મંથરા: વાહ, મારી
મંથરા: વાહ, મારી
રાણી, જાણતી હતી હું કે પાણીમાં બેસી જાય
રાણી, જાણતી હતી હું કે પાણીમાં બેસી જાય
એમાંની નથી તું. કહે શી રીતે પાડીશ પાર?
એમાંની નથી તું. કહે શી રીતે પાડીશ પાર?
કૈકેયી: શી રીતે પાડીશ પાર? તું કહે જો.
કૈકેયી: શી રીતે પાડીશ પાર? તું કહે જો.
મંથરા: પૂછે છે તું
મંથરા: પૂછે છે તું
મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો—
મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો—
મારે મુખે સાંભળવું ગમે તો—હું કહું, મારી
મારે મુખે સાંભળવું ગમે તો—હું કહું, મારી
લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન
લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન
લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્ત્રાઘાતે
લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્ત્રાઘાતે
લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની
લોહીલથબથ થતાં કરી તેં શુશ્રૂષા, બની
Line 339: Line 366:
એક તો ભરત તણો અભિષેક, અને બીજો
એક તો ભરત તણો અભિષેક, અને બીજો
માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે.
માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે.
કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ
કૈકેયી: માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ
માનતું ન્હોતું ને…
માનતું ન્હોતું ને…
મંથરા: મારી ભોળી રાણી, અજાણી-શી
મંથરા: મારી ભોળી રાણી, અજાણી-શી
પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા
પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા
Line 350: Line 379:
તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ,
તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ,
સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા.
સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા.
કૈકેયી: જોઈએ…
કૈકેયી: જોઈએ…
મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં
મંથરા: હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં
જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી
જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી
Line 360: Line 391:
ભરતને ભટકતો વન વન કરવો કે
ભરતને ભટકતો વન વન કરવો કે
અભિષિક્ત કરવો તે.
અભિષિક્ત કરવો તે.
કૈકેયી: પણ…
કૈકેયી: પણ…
મંથરા: ‘પણ’ આ ક્ષણેયે?
મંથરા: ‘પણ’ આ ક્ષણેયે?
કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી
કૈકેયી: ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી
Line 366: Line 399:
જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી
જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી
રાજ્યે પાછો પ્રતિષ્ઠિત.
રાજ્યે પાછો પ્રતિષ્ઠિત.
મંથરા: ગભરુ હે રાજમાતા!
મંથરા: ગભરુ હે રાજમાતા!
ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી
ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી
Line 372: Line 406:
ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો
ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો
દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે.
દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે.
કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી:
કૈકેયી: શું કહી બોલાવી મને હમણાં તેં, ક્હે જો ફરી:
‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી
‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી
શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું.
શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું.
‘રાજમાતા!’
‘રાજમાતા!’
મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી
મંથરા: રાજમાતા થવું એ ન જેવી તેવી
કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું.
કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું.
કૈકેયી: થાઉં તો ખરી.
કૈકેયી: થાઉં તો ખરી.
મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું
મંથરા: થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું
મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની
મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની
Line 387: Line 425:
નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને
નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને
છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી.
છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી.
કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય,
કૈકેયી: જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય,
કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના
કુબ્જે, મુજ હિતૈષિણી સદાની, ન તારા વિના
નૃપતિના મનમાંની વાત હું શકત પામી.
નૃપતિના મનમાંની વાત હું શકત પામી.
કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય,
કુબ્જાઓ આ અંત:પુરે આવી ને ગઈ ઘણીય,
તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત
તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત
તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં
તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં
Line 399: Line 439:
પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે
પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે
ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો.
ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો.
લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું
લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું
અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ.
અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ.
Line 406: Line 447:
ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું
ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું
સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે.
સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંત:પુરે.
મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો
મંથરા: ત્યારની વાતો સૌ ત્યારે, રાણી મારી, અત્યારે તો
વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા
વેદી તળે સુષુપ્ત-શી અગ્નિશિખામાંથી મહા
Line 415: Line 457:
તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે
તને ત્યાં સુધી… ઘડીક ભરતને કાજે તારે
પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ.
પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ.
કૈકેયી: કુબ્જે,
કૈકેયી: કુબ્જે,
બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ
બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ
મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા
મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા
ભરતને કાજે હું. આ ચાલી.
ભરતને કાજે હું. આ ચાલી.
મંથરા: જે નિ:શંક છે જ
મંથરા: જે નિ:શંક છે જ
તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું
તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું
વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની.
વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની.
કૈકેયી: જાઉં છું….
કૈકેયી: જાઉં છું….
તું અહીં રહે, મંથરા, રાજાને ક્હેજે,
તું અહીં રહે, મંથરા, રાજાને ક્હેજે,
પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની
પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની
દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી.
દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી.
આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. …
આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો. …
ક્હેજે કે કૈકેયી મૃત્યુ…
ક્હેજે કે કૈકેયી મૃત્યુ…
[જાય છે.]
[જાય છે.]
મંથરા: પામી હું જે પામવાને
મંથરા: પામી હું જે પામવાને
Line 442: Line 489:
— તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત
— તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત
અસંભવ કાલાન્તેયે.
અસંભવ કાલાન્તેયે.
અવાજ (દૂરથી): કૈકેયી! ક્યાં છો કૈકેયી?
અવાજ (દૂરથી): કૈકેયી! ક્યાં છો કૈકેયી?
મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે
મંથરા: મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે
અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી
અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી
ક્રોધાગારે કુ પિ તા.
ક્રોધાગારે કુ પિ તા.
અવાજ (દૂરથી): શું? કુ પિ તા કૈકેયી પ્રિયા!
અવાજ (દૂરથી): શું? કુ પિ તા કૈકેયી પ્રિયા!
મંથરા: કુપિતા રાજા કુપિતા….
મંથરા: કુપિતા રાજા કુપિતા….
Line 452: Line 502:
પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને
પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને
અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે
અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે
રામના દર્શનેયે જો પલળે — પલટે હૈયું
રામના દર્શનેયે જો પલળે — પલટે હૈયું
કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.
કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.
18,450

edits